Saturday, May 4, 2024

LABEL PADHEGA INDIA

LABEL PADHEGA INDIA

   ""FOOD REVOLUTION"

 "રોટી - કપડાં - મકાન" આ ત્રણ માણસની સામાન્ય જરૂરીયાત પણ એના કરતાં પણ પ્રાથમિક જરૂરીયાત એટલે "હવા - પાણી - અન્ન ". પહેલાં કેવા હતા અને હવે કેવાં છે! 

  • હવા ની વાત કરીએ તો દિલ્હી ની odd-even વ્હીકલ પોલીસી યાદ આવે ..
  • પાણી ની વાત માં તો હજી એ યમુના નદીમાં ઇન્ડસ્ટ્રીઝ રૂપી કાલીયા નાગ જીવંત જ છે, ઉપરથી બીજી કેટલીય નદીઓ છે એવી તો.

  • અન્ન - જેમાં પેસ્ટીસાઈડ, પ્રોસેસ્ડ ફૂડ ની ભરમાર છે .

હવા માટે આપણે ક્યારેક હવાફેર કરી લઇએ , સરસ મજાના ગામડે, કે પ્રાકૃતિક સૌંદર્ય વાળી જગ્યાએ મન ભરીને માણતા આવીએ.

પાણી માટે પણ ઘર ઘર માં ફિલ્ટર દેખાય ને બહાર પણ એના વૈકલ્પિક સ્ત્રોત મળી રહે છે.

પરંતુ અન્ન નું શું? ન આપણે ઓર્ગેનિક ને પ્રોત્સાહન આપીએ , ન તો જીભ ના ક્યારેક ચટાકા ને રોજીંદા બનતા અટકાવીએ...! મળતા વૈકલ્પિક ફૂડ પેકેટ્સ નું લેબલ છેલ્લે ક્યારે વાંચ્યું ? એમાં કયું ફૂડ પ્રીઝર્વેટીવ હોય છે એ યોગ્ય છે કે નહિ ક્યારે ચકાસ્યું? 

સૌ એકબીજા ની તરફ આંગળી ચીંધે ... ગ્રાહક વાપરતો બંધ થાય તો કંપની પ્રોડક્ટ બદલે , અને કોઇ કહે કંપની એ પ્રોડક્ટ બદલવી જોઇએ અને મોટાભાગની જનતા તો જીભ ના ચટાકામાં જ વ્યસ્ત... 

"Food Pharmer" ની બેધારી તલવારે(Positive Aggression) ...કંપની ને પ્રોડક્ટ પણ બદલાવી(aggression)  અને જનતા ને લેબલ વાંચતા કરી દીધા !!!  બાળકો પણ આમાં જોડાયા એ ચીમકી છે કંપનીને(constructive work).

(for ref.:- https://www.instagram.com/foodpharmer?igsh=MzRIODBiNWFIZA==)             

ચાલો આપણે સૌ મળીને એક વસિયતનામું લખીએ. 

આપણને વારસામાં શું મળ્યું? એ પણ લખીએ અને આપણે વારસામાં આપણી પેઢીને શું આપ્યું એ પણ લખીએ.

જેમકે, પરંપરાગત વાનગી ની પહેચાન આપણને વારસામાં મળી, પણ ફ્યુઝન વાનગી, અહીં જ મેક્સિકન , થાઈ વાનગી આપણે વારસામાં આપ્યું. તથા  અનહેલ્ધી નાસ્તા , બીમારી, પણ વારસામાં આપ્યું ..       

તો શું આ જ આપણે વસીયતનામા મા આપણા પેઢીને આપવું છે?

વાપરવા થોડાંક GB ઓછા હશે તો ચાલશે પણ હવા - પાણી - અન્ન કેવા આપશું વારસામાં ?

Think it.... Reform it...  

No comments:

Post a Comment

Unveiling the Examination Scam in India: A Deep Dive

  Unveiling the Examination Scam in India: A Deep Dive India , renowned for its competitive academic culture, is once again grappling with t...